આભાસ
આભાસ
1 min
366
જોતાંજ મનમા સ્ફૂરી પ્રિત
ન હટતા નજર ને રટણ કરતાં મનમાં ગવાણું ગીત
અચાનક જોતાં બારણે ને મન કરે
તેણીનું દિલ લઉં હું જીત
ઓચિંતા આભાસ થતાં દિલમાં
ત્યાં તો પ્રિતભેર ખુલ્યું બારણું
એકબીજાને જોતાં જ હૈયું હેતભેર ટકરાણું
ત્યાં તો જરૂર બની રહ્મુ જીવનભરનું સંભારણું
જોતાં જ જાણે દિલમાં ઉમટ્યાં વસંતના વધામણાં
ખુશ્બુ તો જાણે એવી હતી જાણે
અદભુત ફુલો સમાન ખુશ્બુથી મહેકાણાં
આભાસના અહેસાસ સાથે એકબીજા
સ્પર્શ માત્રથી જરૂર થયાં સમજણાં
ત્યાં તો દિવસ આથમતાં ને થતાં રાત સાથે અથડાણાં
એમાં થતો આભાસ અને મળતાં
એકમેકનાં દિલ અને ખુલ્યું બારણું
જે બની રહ્યું જીવનભરનું સંભારણું
