STORYMIRROR

NAVIN PATEL

Others

3  

NAVIN PATEL

Others

શ્રેષ્ઠ બાળ

શ્રેષ્ઠ બાળ

1 min
200

શ્રેષ્ઠ બાળ એ જ જીવનમાં ઘરનો હરખાતો રસથાળ,

હોય જો ઘરમાં દીકરી જે દીકરી સ્વરૂપે અવતરે એક બાળ,


ઘરના બાંરણે પ્રથમ આવી પૂછે સૌ કોઈની ભાળ,

સજી-ધજી ઢીંગલી સ્વરૂપ બની લાડલી ઘરમાં પિરસે પ્રેમનો રસથાળ,


દીકરી ઢીંગલી સ્વરૂપે ઘરના ઉર આંગન દિપાવે,

સાથે એકભવમાં બે ઘરોને ઉજાળી ફેલાવે ઉજાસ,


ઘરમા જો ઢીંગલીનો મીઠો લાગે ઝાંઝરનો રણકાર,

કયારેક ન સંભળાય તો

લાગે વિના દીકરી ઘરમાં સૂનકાર,


એવી તો છે દીકરી સ્વરૂપ કહેવાય

માં, દાદી, બહેન, માસી, કાકી, ભાભી, પુત્રવધૂ, નણંદ,પૌત્રી નવનવ,

ઉજાળે માતાજી સ્વરૂપ ભવેભવ,


એ જ લાડકવાયી ઢીંગલી સ્વરૂપ દીકરી કહેવાય વહાલ સાથે લાગણીઓનો દરિયો.


Rate this content
Log in