STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy

3  

'Sagar' Ramolia

Tragedy

આંચકો હવાનો

આંચકો હવાનો

1 min
445

અડીખમ દેહ છે, આધાર તો તેમાં દવાનો છે, દવા જો જાય અટકી તો તરત નીચે જવાનો છે !

ન બેદરકાર રે'શો, આજની એવી છે આગાહી, અહીં તો લાગવાનો આંચકો મોટો હવાનો છે.


ખબર તો આવશે સારી, હવાની ઝીક ઝીલી જો, પછી તો આ સમય મદમસ્ત થૈને ઝૂમવાનો છે.

સમય મદમસ્ત ઝૂમે, આપણે પાછળ રહીએ શું ? અહીં કુદરત-સહારે કો' બખો તો ખાટવાનો છે.


બખો તો ખાટશે 'સાગર', અહીં છે શક્યતા એવી,પછી તો તેમને થોડોઘણો શણગારવાનો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy