આમજ ચાંદ જોવું
આમજ ચાંદ જોવું
આજે મન બહુ ખુશ છે,
ચાંદ જો બારીમાંથી દેખાય છે,
આ ચાંદની ચાંદનીમાં ભાવનાઓ વહે છે,
કારણ કે કોઈ દીલથી નજીક છે.
ચાંદ જોવાના બહાને છત પર જો જતા,
એ શમણા પણ આજે ઈંતઝારમાં છે,
રાત્રી ની નીરવતા મા આજે ચાંદની રેલાય છે,
એક અજીબ યાદ ને સરગમના સુર છે.
એક ગલતફહેમીથી દૂર થયા,
સળગ્યા ઝાકળ બુંદ સમા મારા અરમાનો,
પણ દિલ હજુ આવકારવા આતુર છે,
આ ચાંદ જુવો એ તો સાક્ષી છે.
તમારા કદમોની આહટનો ઈન્તજાર છે,
એથીજ આ ચાંદ સોળે કળાએ ખિલ્યો છે,
શમણામઢી રાત આવી છે,
ને પ્રણયભીની સૌગાત લાવી છે.
