STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational Children

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational Children

આખરે શું મળ્યું હશે એને

આખરે શું મળ્યું હશે એને

1 min
134

આવ્યો પવનને ગુસ્સો,

લાવ્યો વાવાઝોડું,

તહસ નહસ કરી નાખી આ ધરાને,

શું મજા આવી હશે આ પાવનને !

દરિયાને આવ્યો ગુસ્સો,

સુનામી લાવ્યો,

બધું તાણીને એ લઈ ગયો,


ઘર બાર વગર નાં થઈ ગયા લોકો,

બધી રીતે બરબાદ થઈ ગયા લોકો,

વાદળને આવ્યો ગુસ્સો,

ધોધમાર વરસી પડ્યું,

નદી નાળા છલકાવી દીધા,

અનાજોનાં કોઠાર બગાડી દીધા,

શું મળ્યું હશે આ વાદળને ?


સૂરજને આવ્યો ગુસ્સો

તપી તપીને લાલચોળ બન્યો,

નદી નાળા સૂકવી દીધા,

ઊભા મોલ સૂકવી દીધા,

હરિ ભરી ધરતીને વિધવાના મુંડન જેવી બનાવી દીધી,

શું આવ્યું હશે સૂરજને હાથ,


માનવીને આવ્યો ગુસ્સો,

વિશ્વયુદ્ધ છેડી દીધું,

શહેરોનાં શહેરો તબાહ થયા,

કઈ કેટલીય જાનહાનિ થઈ

આખરે શું મળ્યું માનવીને ?

પ્રકૃતિ ગુસ્સે થવાનું ક્યાંથી શીખી હશે ?

શું પ્રકૃતિ ગુસ્સે થવાનું મનુષ્ય પાસેથી જ શીખી હશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy