આખરે મળવા જ વિચાર્યું હતું
આખરે મળવા જ વિચાર્યું હતું
આખરે મળવા જ વિચાર્યું હતું,
જે થયું તે મેંય ક્યાં ધાર્યું હતું.
હવે એ ચૂક્યું અણી રંજાડશે,
બહુ પ્રયાસે મનને માર્યું હતું.
તોય એ તારું થઈને જો રહ્યું,
મેં દિલને ખૂબ તો વાર્યું હતું.
તરી ગઈ નૌકા નરી અફવા જ છે,
દરીયો કહે છે લાકડું તાર્યું હતું.
એજ ઈચ્છાઓ થઈ ભડકા બધી,
ડહાપણ મેં ઘણું વેંઢાર્યું હતું.
અગ્નિ'રશ્મિ' રાત ભર બળતો રહ્યો,
ડાઘુઓ એ જળ ઘણું જાર્યું હતું.
