Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

આખરે કહેવું કેટલું

આખરે કહેવું કેટલું

1 min
153


જે સમજતા જ નથી એને સમજાવું કેટલું ?

જેને કદર નથી એના પાસે માથું નમાવું કેટલું ?


જેના પર કંઈ અસર જ નથી થતી શબ્દોની,

એને આખરે મારે કહેવું કેટલું ?


એને તો આદત છે વાત વાતમાં રિસાવાની,

શું કરું એને આખરે મનાવું હું કેટલું ?


પ્રકૃતિના સાનિધ્યમાં ખુશીની શોધ કરી લીધી,

બેવફાની યાદમાં આંસુ વહાવું હું કેટલું ?


મારી જાતને જ મે મનાવી લીધી આખરે,

આમ સૂકુંનની શોધમાં મારે ભટકવું કેટલું ?


દિલના દ્વારે લગાવી દીધું છે મેં તાળું,

એની યાદમાં મારા દિલને દુઃખાવું કેટલું ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy