STORYMIRROR

Rekha Shukla

Drama

3  

Rekha Shukla

Drama

આકાશ

આકાશ

1 min
223

મઘમઘતું ફોર્યું ગગનેથી, થનગનતું ગુનગુનતું ગગનેથી 

સરસર સરક્યું મસ્તીથી, સૂવાળું ચેતન દડદડયું ગગનેથી,


કેસરીયાળી લાજ કાઢી, વાદળીની પાલખી આવે ગગનેથી 

લપક ઝપક રૂમઝૂમતું, ગેબી નારે મદમાતું ટપકે ગગનેથી,


તીન તાલી ના તાને, ઠુમક ઠુમક ઠેસ લઈ નાચ્યું ગગનેથી 

ગૂપચુપ ગૂપચુપ ગપશપ થઈ, મેઘઘનુ રંગોમાં ગગનેથી,


તારા મઢેલી રાતડીની ઓઢણી છોડી મદમસ્ત ચાલ્યું ગગનેથી 

આભને ઝરૂખે હીંચે રમતિયાળું, પાડે ગુલાબી પગલાં ગગનેથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama