આજની વાતો
આજની વાતો
આજની આ વાત અમૂલ્ય છે તેને સાચવીને રાખજો
આજની મુલાકાત મનમિત છે તેને માણીને રાખજો,
આજની વાતો વ્યવહાર છે તેને જાણીને રાખજો
આજની શરૂઆત સારી છે તેને સાચવીને રાખજો,
આજની મીઠાશ મોહક છે તેને મળીને રાખજો
આજની ઘડી રળિયામણી છે તેને રળીને રાખજો,
આજની મજા માફક છે પણ એને મેળવી રાખજો
આજની જીવનની સુવાસ છે તેને હૈયે રાખજો.
