STORYMIRROR

Jay D Dixit

Tragedy

4  

Jay D Dixit

Tragedy

આજકાલ હેડેક ચડે છે

આજકાલ હેડેક ચડે છે

1 min
368

ઉઠોથી શરૂ થતી જિંદગી,

ગુડનાઈટ કીધા વગર પતે છે.

મેરેજ પછી થોડા જ સમયે,

આજકાલ હેડેક ચડે છે.


ટુચકા, પછી ગલગલીયા,

પછી ભૂસકા ને તડતડીયા,

પછી લડ્યા, આવ્યા ડૂસકાં,

હવે એકબીજાને ખાવા દોડે છે.


સમય નથી એટલે મેસેજ,

સબંધ જાણે ન વેઠાતું લગેજ,

સેક્સ એટલે કોમન પેસેજ,

જ્યાં એકલતામાં બાલ્કની અડે છે.


ધરતીનો છેડો ઘર કહેવાય,

એ પછી ઘર બહાર મેળો બને છે,

સંગ સાવ રંગહીન થતો જાય,

જે પહેલા પાર્કમાં, એ હવે કોર્ટમાં જડે છે.


લગ્નની વ્યાખ્યા બદલાઈ ગઈ છે,

સમાધાન, સુસંગ, સમાગમ છોડી,

સ્વાર્થ, સ્વચ્છંદતા, ભૌતિક ભૂખ છે.

પ્રેમ એન લાગણી કલ્પનામાં મળે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy