આઝાદી આવી
આઝાદી આવી
આઝાદી આવી,પણ બરબાદી પણ લાવી છે,
આઝાદી સાથે ગુલામી જંજીર પણ લાવી છે !
મૂળભૂત હકો, આદર્શોની ભાવના પણ લાવી છે
ને સાથે સાથે શેખચલ્લી વિચારો પણ લાવી છે !
આઝાદી આવી પણ આઝાદી પૂર્વે અખંડભારત
ટુકડા કરતી અંધારી ગોઝારી રાત પણ લાવી છે !
આઝાદી આવી સાથે સાથે કાયદા કાનૂન લાવી ને
સાથે સાથે કાયદાઓની છટકબારી પણ લાવી છે !
આઝાદી આવી શોષણ વિરુદ્ધ મૂળભૂત હક લાવી
પણ શોષણ પોષણ કરતી વ્યવસ્થા પણ લાવી છે !
પૂછો દિલને ખરેખર શું આજે પણ આઝાદ છીએ ?
કાન્તાસુત મતે આઝાદી ! આઝાદી ભ્રમ પણ લાવી છે !
