આઝાદ પંખી
આઝાદ પંખી
હતું આઝાદ પંખી હું પાંજરે પૂરાતાં પહેલાં,
થઈ ગઈ છે હવે આઝાદ જિંદગી પાંજરે કેદ,
વાગોળી રહ્યો છું આઝાદ જીવનનાં સંસ્મરણો,
યાદ કરી રહ્યો છું જુની મુુુક્તજીવનની યાદો,
જાતાં હતાં મિત્રો સાથે ખેતરે ચણવાને ચણ,
કરતાં હતાં મિત્રો સાથે ધીંગામસ્તી ને મોજ,
વિહરતાં હતાં ચિંતામુક્ત ગગનમાં મિત્રો સાથે,
કરતાં હતાં આનંદકિલ્લોલ પરિવાર મિત્રો સાથે,
મુક્ત ને આઝાદ હતું જીવન મઝાનું કેવું,
પૂરાઈને પાંજરે થઈ ગયું જીવન બંધક જેવું.
