આજે એક સ્ત્રી હારી છે
આજે એક સ્ત્રી હારી છે
આજે એક સ્ત્રી હારી છે પ્રભુ,
તારા બનાવેલા સંસારમાં એને,
પોતાની જાત ને છૂપાવવાની,
જગા છીનવાઈ ગઈ છે પ્રભુ,
લગ્નજીવનના પોણા ત્રણ
દાયકા વીત્યા કેડે એની હસ્તી
પ્રશ્નાર્થ બની છે આજે .....
મારી હયાતી આજે સવાલ કરે છે,
પુરુષ પ્રધાન સમાજને આજે
ઘરને સંભાળી,
પરિવારને પાંખમાં લઇ,
નવા સબંધને અપનાવ્યા,
તુલસી બની આંગણું અજવાળતી રહી,
દીકરા મટી સ્ત્રી બની,
શું પામી ???
