આજ નો માનવી
આજ નો માનવી
રસ્તાઓ બધા જ ખુલ્લા છે,
પણ ક્યાં જવું તે કયાં નક્કી છે???
ઊંધમૂંધ ચાલતા જતા ઘેટાંને,
વિચારવાની કયાં પડી છે???
જોઈએ છે અજવાળુ, પણ અંધારુ શોધી લીધું છે,
દિવસ જાય બખોલમાં, ઘુવડે એવું માગી લીધું છે.
અસલ ચેહરો માનવીનો, પૂરી દીધો છે "નકાબ"માં,
નકલી ચેહરા નો ભવાઈ ખેલ, માણસ ને ગમી ગયો છે.
મુકિતનાં નામે આપણે યુક્તિ તો શોધી લીધી,
જલસા કરવાના બીજાનાં રૂપિયે એ શીખી લીધું.
ખોટા રૂપિયાનો રણકાર ભાવના હવે તો કોઠે પડી ગયો છે,
માણસ તરીકે નો ઓળખપત્ર, ગિરવે મૂકી દીધો છે.....!
