આજ કાનો આયો રે
આજ કાનો આયો રે


આજે તો મને આનંદ અનેરો થાય રે,
આજે તો મારા ઘેર નંદલાલ આયો રે,
બોલો રાધે રાધે....
આજે તો મારી આંખોની તરસ છીપાય રે,
આજે મારે ઘેર વ્રજવાસી આયો રે,
બોલો રાધે રાધે....
આજે તો મારે ઘેર માખણનો ઢેર ખાલી થાય રે,
આજે તો મારે ઘેર માખણચોર આયો રે,
બોલો રાધે રાધે....
આજે તો મારા હૈયામાં હેતનાં સમાય રે,
આજે તો મારે ઘેર ચિત્તચોર આયો રે,
બોલો રાધે રાધે....
આજે મારે ઘેર સોનારૂપાથી પારણું મઢાય રે,
આજે તો મારે ઘેર બાળગોપાલ આયો રે,
બોલો રાધે રાધે....
આજે તો મારા મુખે અનેક હાલરડાં ઉભરાય રે,
આજે તો મારા ઘેર ભાખોડીયા ભરનાર આયો રે,
બોલો રાધે રાધે....
આજે તો મારો કાનો રાધે રાધે બોલે રે,
આજે તો મારે ઘેર રાધાનો કાનો આયો રે,
બોલો રાધે રાધે....
આજે તો મારા પ્રેમની પરીક્ષા ના થાય રે,
આજે મારા ઘેર પ્રેમનો ભંડાર આયો રે,
બોલો રાધે રાધે....