STORYMIRROR

Nana Mohammedamin

Fantasy Others

4  

Nana Mohammedamin

Fantasy Others

આજ દુનિયા

આજ દુનિયા

1 min
329

આજ દુનિયા લાગે મને ખાલી ખાલી,

અક્સર લોકોની નઝર છે બૂરી બૂરી.


બીજાઓ પર લગાવ્યા હજારો આક્ષેપ,

ખુદની મૂળ સૂરત જગતથી છૂપાવી લીધી.


બસ બીજાઓથી જ કંઈ ને કંઈક લેવું,

એ જ તો આડોશ પાડોશીની છે મોટી ખામી.


હરકોઈ બસ છે એક મોકાની ફિરાકમાં,

મોકો મળતાં કોઈએ કોઈની ઉછાળી ટોપી.


આજ લોકોની નઝરોમાં દેખાય મને ભૂખ,

દીલમાં હોય ખોટને, હોય બોલથી ગાલી.


મોટાઓ બુઝુર્ગોનો જરાય લિહાઝ નથી,

અરે! આપણી જ ડાળી આપણે કાપી નાંખી.


હું સાચોને તમે ખોટા એની જ છે બોલબાલા,

"નાના" એટલું જાણે કે બે પડે હાથથી તાળી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy