આજ આવી છે રંગીલી હોળી
આજ આવી છે રંગીલી હોળી
આજ આવી છે રંગીલી હોળી….
મઢી કેસૂડે કેસરિયાળી ક્યારી
રંગમાં રમે ઋતુ રઢિયાળી
ખીલી છે મંજરી
વાગે છે બંસરી
ઘેલુડી ગોપી ને ઘેલો છૈયો
ફાગણનો વાયરો જ સૈયો
કુદરતનો વૈભવ
હૈયામાં શૈશવ
મસ્તીના ઉમંગમાં જાત ઝબોળી
આજ આવી છે રંગીલી હોળી
હૈયામાં શૈશવ
મસ્તીના ઉમંગમાં જાત ઝબોળી
આજ આવી છે રંગીલી હોળી

