આજ આખી દુનિયામાં કોરોનાનો કહેર
આજ આખી દુનિયામાં કોરોનાનો કહેર
આજ આખી દુનિયામાં કોરોનાનો કહેર છે
લોકો છે લાચાર આજ કુદરતનો કોપ છે,
માનવના કર્યાં માનવને હૈયે વાગ્યા છે
આ તો કળિયુગના એંધાણ છે વહાલા,
આજ આખી દુનિયામાં કોરોનાનો કહેર છે,
મળવું છે પ્રિયતમ મારે તને,
વચ્ચે માસ્ક કેેરી આડ છે,
નથી મળાતુંં હવે નથી સહેવાતુંં
હાથમાં હાથ પકડીને હવે નથી ચલાતું
આજ આખી દુનિયામાં કોરોનાનો કહેર છે,
મને રોજ યાદ આવે છે તમારી
નથી મળી શકાતુંં આજ છે મજબૂરી
છાનાં છપનાં મળવામાં લાગે છે ડર
હું તો અત્યારે કોરોન્ટાઈન છું મારા ઘર
આજ આવ્યો કપરો સમય કાલ જશે
બસ પ્રિયતમ થોડી ધીરજ તુંં ધર
આજ આખી દુનિયામાં કોરોનાનો કહેર છે.

