આગમન
આગમન
થોડું થોડું ગુજરી જવાયું, થોડું અચંબે ને હસવામાં
શું દેખાડે જમાનો સમાજે, કરોના બુસ્ટર શોટ સેવામાં
ટુકડા ટુકડા વિખરાઈ ગુજરતું વર્ષ આજ વિશ્વમાં,
મિત્ર સગા સંબંધીની વિદાયે, અશ્રુ વહ્યાં ચોધાર રોવામાં
ગુજરતા વર્ષમાં કટકા કટકા અમોથી ગુજરાયું રોજ વરસમાં
ટુકડા ટુકડા વિખરાઈ ગુજરતું વર્ષ આજ વિશ્વમાં,
નવા વર્ષે ભાગે કરોના જોવાતા નથી આંકડા ગલોબલમાં
અંતર રાખીએ સમજ બદલી, પોતપોતાના કામે રિસકમાં
ટુકડા ટુકડા વિખરાઈ ગુજરતું વર્ષ આજ વિશ્વમાં,
ઘરગથ્થુ દવાનો ખજાનો સંસ્કૃતિમાં, ભાન કરાવે હવે વિશ્વમાં
ના ઝગડા દેશ વિદેશમાં ને વધે પ્રેમ ને આબાદી જીવનમાં
ટુકડા ટુકડા વિખરાઈ ગુજરતું વર્ષ આજ વિશ્વમાં,
ખુશી પૌત્રના આગમને અને અપાર દુ:ખ ભત્રિજાને ખોવામાં
અપ એન્ડ ડાઉન રોલરકોસ્ટર જીવન સમાચારમાં
ટુકડા ટુકડા વિખરાઈ ગુજરતું વર્ષ આજ વિશ્વમાં,
નવું શીખીએ નવું જાણીએ, જીવ ગૂંથ્યા પ્રભુ ભજનમાં
ગુજરતા વર્ષે સહર્ષ સ્વીકારી ઓળખીએ આત્મા ભક્તિમાં
ટુકડા ટુકડા વિખરાઈ ગુજરતું વર્ષ આજ વિશ્વમાં.