આભનાં કુમકુમ
આભનાં કુમકુમ
ક્યાંથી લીધું આ ઉધારનું કુમકુમ ને કર્યો આ ચાંદલો ?
આભમાં પ્રેમનાં કુમકુમ વેરાયા ને સૂરજે કર્યો છે ચાંદલો..!
આભે કર્યો એનાં ભાલે અર્ધચંદ્ર કુમકુમનો ચાંદલો,
ઉપમા અર્ધચંદ્રની પણ દેખીતો તો સૂર્યનો ચાંદલો..!
અરૂણોદયની લાલીમા લઈને આભમાં કર્યો છે ચાંદલો,
કદાચ સૂર્યાસ્તની લાલીમા
વ્યાપીને સમગ્ર આભે કર્યો છે ચાંદલો...!
નથી ઘમંડ એને કેમ રોજ કરે કુમકુમ કેરો ચાંદલો,
થઈ લીન એની મસ્તીમાં
આભનાં લલાટે કરે રોજ કુમકુમ કેરો ચાંદલો..!
ક્ષિતિજની પેલે પાર રાહ જુવે કરી રોજ કુમકુમ કેરો ચાંદલો,
કરાવશે મિલન એક દિ' ધરતી અંબરનું કરી કુમકુમ કેરો ચાંદલો..!
