આભાસી વાસ્તવિકતા
આભાસી વાસ્તવિકતા
આભાસ એટલે એ અહેસાસ કે કંઈક મારી પાસે છે,
દેખાણું નથી મને આંખોથી છતાંય મારી સાથે છે,
આ જ કારણે મને મક્કમ ગતિએ નિર્ણય મલે છે,
વિચારોનાં ગુંચમાંથી સદૈવ નિરાંત મલે છે,
આભાસી વાસ્તવિકતા મારા અસલી રૂપને નિખારે છે,
અનુભવ એનો દરરોજ અરીસામાંથી આવે છે,
આભાસનો અહેસાસ ચારેકોર વાયુવેગે ફેલાય છે,
પ્રકાશ તો રોજ એવી જ રીતે ફરજ બજાવે છે,
વાસ્તવિક જીવનમાં તો લોકો આભાસ સાથે જ જીવે છે
,
આભાસ પણ હમેશાં સાથે મોઢું સીવીને ચૂપચાપ રહે છે,
પ્રેમ પણ કંઈક એવો જ છે આભાસી, જાણે રણમાં પાણી દેખાય છે,
ગુલાબ પકડતા મહેકતો જે આનંદ મળે છે,
સુગંધ પણ તે હમેશાં આભાસી રહે છે,
આભાસ હમેશાં માણસોની સાથે રહે છે,
દેખાતો નથી તોય તે પાસે રહે છે,
આભાસ પોતે પણ આભાસી બનીને રહે છે,
વાસ્તવિકતા વચ્ચે કંઈક હંમેશા આભાસ રહે છે !
