STORYMIRROR

Meena Mangarolia

Inspirational

3  

Meena Mangarolia

Inspirational

આભ

આભ

3 mins
13.3K


આભથી વરસે વર્ષા જલ

અને આંખથી અશ્રુ ધારા...

જલ છે તોય જુદા જુદા... શાના?

એક ખારા અને એક મીઠાં...

મને કહોને કાના મારા...

વર્ષા જલનાં બિંદુ ટપકે

સાગર મહીના છીપમાં...

અશ્રુ ધારાના બિંદુ ટપકે ધરતી મહીં...

મને કહોને કાના મારા

જલ છે તોય જૂદા જૂદા...

એક ખારા અને એક મીઠાં...

વર્ષા જલ ભીંજવે બાહર અને

અશ્રુ જલ ભીંજવે ભીતર,

તન મનને એ ભીંજવે કાના,

વસમી વિરહની વેદના...

વાલમ, એક ખારા અને એક મીઠાં...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational