આ વખતની દિવાળી
આ વખતની દિવાળી
દિવાળી તું આ વખતે પણ આવી
તારી વાટ જોઈ આ વખતે દિવાળી..
તું આવી પણ ફટાકડા ના લાવી
તું આવી પણ મીઠાઈ ના લાવી
તું આવી પણ તોરણ ના લાવી
તું આવી પણ દીવા ના લાવી
તું આવી પણ રોનક ના લાવી
તું આવી પણ મહેમાન ના લાવી
તું આવી કેમ આવી
દિવાળી તું આવી તો ભલે ને આવી
દિવાળી તું લઈ ને જા બીમારી
દિવાળી તું લઈ ને જા મહામારી
દિવાળી તું લઈ ને જા મારામારી
દિવાળી તું લઈ ને જા હતાશા અમારી.
