STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational Others

આ વાદળીઓને કંઈક કહોને

આ વાદળીઓને કંઈક કહોને

2 mins
187

આ વાદળીઓને કોઈક કંઈક કહોને,

આમ બેલગામ બેકાબૂ બેફામ નાં વરસે,


એ વાદળી થોડુક ધીમું વરસને,

આમ બેફામ, બેહિસાબ, બેધડક કેમ વરસે છો ?


તે તો જગતના તાતને પણ મારી લાત,

આમ બેકાબૂ બેલગામ બેહિસાબ કેમ વરસે છો ?


શિસ્ત અને ડીસિપ્લીનમાં રહેતી નદીને,

પણ તે ગુસ્સો અપાવ્યો,

આમ બેલગામ બેકાબૂ કેમ વરસે છે ?


શું તારી પાસે કોઈ વડીલ નથી ?

તો એ શીખવી શકે,

ક્યાં વરસવું ?

કેટલું વરસવું ?

કેમ વરસવું ?

આમ શું ઉદ્ધત બનીને બેફામ વરસી રહી છો ?


તેતો માનવીના ઘરોને પણ બેટમાં ફેરવ્યા,

તેતો નદીનાળા તોડી નાખ્યાં,

આમ ટ્રાફિક તોડીને જતા માનવીની જેમ,

કેમ તું ઉદ્ધત બની છો ?


થોડી શિસ્તમાં રહેને !

તારા આગમનની રાહ જોતા માનવીઓ પણ,

હાથ જોડી તને રોકવા માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે,

શું તને તારા માન સન્માનની કંઈ નથી પડી ?


આમ થોડીક માપ માં રહેને !

તેતો પહાડોને પણ ઉખાડીને ફેંકી દીધા,

આમ વેરની વસુલાત કરવા મેદાને પડેલી

માનુંનીની જેમ કેમ ઝનુને ચડી છે ?


થોડી શાંત થાને !

સ્થળની જગ્યાએ જળ થયા,

બરબાદ સૌના ઘર થયા,

આમ શું કામ તું આટલી જિદે ચડી છે ?

થોડીક શાંત થઈ જા ને,


આ માનવીઓ ખાશે શું ?

સુવે ક્યાં ?

રહે ક્યાં ?

શું તને કોઈ ફિકર નથી ?

આમ બેપરવા બેદરદી થઈને કેમ વરસે છો ?


થોડીક જવાબદાર બનને !

બાળકોની હોડી તો ઠીક તે તો માછીમારોની હોડી પણ ડૂબાડી દીધી !

આમ શું ખોટી જિદે ચડી છો ?


થોડીક સમજણ રાખને !

શું આમ બેલગામ બેહિસાબ વરસી રહી છો ?


તું તો ધરાની પ્યાસ બુઝાવવા આવી કે,

ધરા ને આમ તહસ નહસ કરવા આવી ?

આમ બેકાબૂ બનેલા પાગલ પ્રેમી જેમ કેમ વરસે છે ?


થોડુક ધીમું વરસને !

તને આટલો ગુસ્સો કેમ આવ્યો ?


શું આકાશ સાથે કોઈ માથાકૂટ થઈ છે ?

શું ધરતીએ તારા પર કોઈ કટાક્ષ કર્યો છે ?

તારો આ ગુસ્સો માનવ પર શું કામ ઠાલવે છે ?

થોડીક શિસ્તમાં રહે ને !


આ વાદળી ને કોઈક કંઈક સમજાવોને,

આમ બેલગામ,બેફામ બેપરવા બનીને નાં વરસે,


ગરમીથી ત્રાસી ગયા એટલે તને આમંત્રણ આપ્યું,

તે તો બધું તહસ નહસ કરી નાખ્યું,

અમારે ફરિયાદ કોને કરવી ?


બાળકોની સ્કૂલ બંધ કરાવી,

આ આદમીના ધંધા બંધ કરાવ્યા,

આ ગૃહિણીનું ઘર વેરવિખેર કર્યું,

હજી તારે શું કરવું છે ?


થોડીક ધીમી વરસ ને !

આ ધરતી પણ તારા બેકાબૂ પ્રેમથી ખુશ નથી,

એ પણ જોને નારાજ થઈ ગઈ,


તું એને યોગ્ય પ્રેમનો પ્રતિસાદ આપ ને,

થોડુક ધીમું વરસ ને !

આમ પાગલની જેમ બેકાબૂ,બેલગામ બનીને કેમ વરસે છે ?


આ વાદળીઓને કોઈક કંઈક કહોને,

થોડી ડીસિપ્લીનમાં રહે,

આમ બેકાબૂ બેલગામ બેહિસાબ ના વરસે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy