આ રંગ ભરી હોળી
આ રંગ ભરી હોળી
અહીં ને તહીં બધેજ છવાયો રંગોનો તહેવાર,
આ રંગ ભરી હોળીમાં ઉડે રંગ ગુલાલ ધોધમાર.
હોળી, ધૂળેટીનો તહેવાર લાયો રંગોનો ખજાનો રે,
ધાણી, ખજુર,હારડા ખાઈને મોજ મનાવો રે.
હોલીકાદહનની પૂજા કરી મિષ્ટાન જમતા રે,
ધૂળેટી એ રંગ ભરી ખૈલયા ગુલાલે રમતા રે.
રંગો ભરી આ રંગીન દુનિયામાં રંગે રંગાતા રે,
નવા નવી ભાભીને રંગોથી રંગી નાંખતા રે.
કાગળ કલમ સાથે લાગણીઓ કંડારી ધૂળેટીના રંગોની રે,
આવાં રંગોનો તહેવાર નાનાં મોટાં સૌએ ઉજવતાં રે..
