આ માનવનું શું કરીએ
આ માનવનું શું કરીએ
અરે દગાબાજ પર વિશ્વાસ રાખી શું કરીએ ?
અરે તેનો વારંવાર આધાર રાખી શું કરીએ ?
સચ્ચાઈને જે નેવે મૂકે તેની આશા શું કરીએ ?
જૂઠનાં આડંબરે રાચે તેની આશા શું કરીએ ?
સદૈવ જિંદગીમાંથી થયા વિદાય શું કરીએ ?
તેઓની વિદાયે તડપતા જ રહીને શું કરીએ ?
બેઈમાન જન ઈમાનદારી ના રાખે શું કરીએ ?
બેઈમાન ઈમાનદારીથી ભાગશે તો શું કરીએ ?
અભિમાની અભિમાન ના છોડે તો શું કરીએ ?
અભિમાની સમય ના આપે જો તો શું કરીએ ?
સ્વાર્થી ત્યજે સ્વાર્થ આશા ફળે ના શું કરીએ ?
નિસ્વાર્થી બનવાનું ના સ્વીકાર તો શું કરીએ ?
અજ્ઞાની જ્ઞાનો લાભ નહીં સમજે તો શું કરીએ ?
જ્ઞાનના ઉજસાથી વંચિત રહેશે તો શું કરીએ ?
કામગરા લોકો મિત્રતાથી ભાગે તો શું કરીએ ?
જો સાચી મિત્રતા ના સમજે કહો તો શું કરીએ ?
