આ આંસુ
આ આંસુ
હૈયાની હળવાશ છે આ વહેતા આંસુ,
ભીતરની પીડાનો બાહરી પ્રવાસ છે આંસુ,
પ્રિયજનનાં આગમને ભૂંસાય છે આંસુ,
પ્રિયજનની યાદમાં આંખમાંથી વહે છે આંસુ,
આંખમાં મોતી બની ઝળકે છે આંસુ,
આંખમાં પ્રેમનું વજૂદ છે આ આંસુ,
કોઈની સાચી લાગણીનું પ્રતીક છે આંસુ,
અવ્યક્ત લાગણીની સમજ છે આ આંસુ,
વિના આમંત્રણે આંખે આવી જાય આંસુ,
ક્યારેક પારકાં તો ક્યારેક પોતાનાં આપે આંસુ,
અંતરની આગને ઠારે છે આ આંસુ,
હૈયાની પીડા ને હળવી કરે છે આ આંસુ,
પાનખરની જેમ આંખેથી ખરી જાય આંસુ,
નવી કૂંપળ જેમ આંખે ઊગી જાય આંસુ.
