STORYMIRROR

amita shukla

Tragedy Thriller

3  

amita shukla

Tragedy Thriller

2021ની કડવી યાદો

2021ની કડવી યાદો

1 min
195

અંત હોય ભવ્ય, જીવન લાગે ધન્ય,

વર્ષોના વર્ષો વીત્યાં, કદી જોયો આ રોગ ?


વાત વાતમાં તાલી, અભિવાદન દૂરથી,

શું સ્પર્શી જાય હાથોમાં ? ફેફસાંમાં સમાઈ જાય,


તું મારો શ્વાસ, અગણિત વાર બોલ્યા કર્યું,

કેમ ના આપ્યો ઉછીનો ? મરતી મરતી જોઈ,


વર્ષની ધમાકાભેર શરૂઆત, વર્ષનો અંત ઝીરો,

વચ્ચેના મહિનાઓ કોરોનાકાળની ઝપટમાં લપટાયા,


સ્વજનોનો કાફલો ઘટી, સિસકિયો રુદનની વધી,

એકબીજાના કામ ના આવ્યાં, રોગે કેવી સજા કરી,


હસતો માણસ હોસ્પિટલના બિછાને માંદગીમાં સપડાય,

કોના પછી કોનો વારો આવશે ક્યારેય ના સમજાય,


વિસમુ એકવીસમુ વર્ષની, વાત જ ના કરો કોઈ,

તારીખિયામાં દરેકની આંખો રડતી જ જોઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy