Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Tragedy Crime Thriller

4.6  

Prashant Subhashchandra Salunke

Tragedy Crime Thriller

કિશન ક્યાં ગયો? (ભાગ : ૨૩ છેલ્લો હપ્તો)

કિશન ક્યાં ગયો? (ભાગ : ૨૩ છેલ્લો હપ્તો)

3 mins
272


ઈ.અંકિતે આશ્ચર્યથી પોતાના માણસોને ઈશારો કર્યો... બે હવાલદારે સરપંચને હથકડી પહેરાવી... અને બીજા પોલીસવાળા ઘાસની ગંજી હટાવા લાગ્યા... ઘાસની ગંજી નીચેની જમીન પહેલા કયારેક ખોદેલી એમ લાગતી હતી અને ઉપર હતી કીડીઓ... બે પોલીસવાળાઓએ પાવડો લઇ જમીન ખોદી. થોડી જમીન ખોદતાજ ગંદી વાસ આવવા લાગી અને થોડીવારમાં જ એમની સામે લાશ હતી!! ચાર દિવસ જૂની સડવા લાગેલી કિસનની લાશ!

ઈ.મીહેરે ગુસ્સાથી સરપંચને લાફો મારતા પૂછ્યું "કેમ ખુન કર્યું આનું? ફટાફટ કારણ બોલવા માંડ અને સાથે-સાથે એપણ કહે કે પેલા ચાર માણસો કોણ છે? સીધી રીતે બતાવે છે કે?

સરપંચ મિહિરના જોરદાર તમાચાથી ભાંગી પડ્યો અને પોપટ જેવો બોલવા લાગ્યો "સાહેબએ ચાર માણસો મારા આ ચાર નોકરો જ હતાં જેમણે કિસનને ધમકાવેલો. મારી દીકરી પ્રિયા કિસનના ગળાડૂબ પ્રેમમાં હતી. મેં કિસનને મારી દીકરી પ્રિયાને ભૂલી જવા માટે કહ્યું. આ માટે મેં તેને મોં માંગ્યા રૂપિયા આપવાનું પણ કહ્યું. પરંતુ કિસન માન્યો નહીં. અને મારે તેની હત્યાનું કાવતરું રચવું પડ્યું. સાહેબએ માન્યો નહિ એટલે વહેલી સવારે જયારે એ ગાયોને ચરાવવા જતો હતો... ત્યારે જ મેં એણે ઉઠાવી લીધો.. પછી તેની હત્યા કરી અહીં તેની લાશ દાટી દીધી હતી. વાસ ન આવે એટેલે ડીડીટી પણ છાંટેલી... મને એમ કે હું બચી જઈશ. પણ આ કીડીઓ.....

ઈ.મિહિરે રૂવાબથી ઈ.અંકિતને કહ્યું "આને પોલીસ સ્ટેશન લઇ જાવ, હું આવું છું....."

પાંડુરંગે અહોભાવથી ઈ.મિહિર તરફ જોતા પૂછ્યું : સાહેબ પણ કીડી જોઈ તમને કેવી રીતે શંકા ગઈ?

ઈ.મિહિરે કહ્યું : પાંડુરંગ થોડી નજર તેજ રાખવી.. આ કીડીઓ સાદી નહોતી... તે ખાસ પ્રકારની મરેલા શબને કોરી ખાતી કીડીઓ છે. જંગલમાં જયારે કોઈ પ્રાણીઓ મરી જાય છે ત્યારે આ કીડીઓ એમની લાશને કોરી કોરી ખાય છે. તને ભરેલો કીડીએ ચટકો તું કયારે નહિ ભૂલે. બરાબરને? મને શંકા ગઈ કે આ કીડીઓ આ ઘરમાં કેવી રીતે? આસપાસ તો કોઈ મરેલા શબની વાસ આવતી નહોતી...પછી અહી આ કીડીઓ કેવી રીતે? અને બસ કેસ સોલ્વ! 

પાંડુરંગ : પણ સાહેબ ડીડીટીથી કીડીઓને કાઈ થયું નહિ?

ઈ.મિહિરે હસીને કહ્યું : પાંડુ ડીડીટીને પ્રતિબંધિત થયે વર્ષો થઇ ગયા. પણ એની જાણ આ ચાર ચોપડી ભણેલાને થોડી હોય? અને એક વાત હમેશા યાદ રાખજે  

પાંડુરંગે હસતા હસતા કહ્યું : જાણું છું સાહેબ હત્યા સુરાગ છોડે છે.....

 (સમાપ્ત)

(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Tragedy