STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Abstract Inspirational Others

4  

Prashant Subhashchandra Salunke

Abstract Inspirational Others

તાશની રમત

તાશની રમત

1 min
336

જીવનને શીખવાડે જીવતા, નથી માત્ર રમતના પત્તા,

હળીમળી રહીએ આપણે, રમતના પત્તા કહેતા,


સ્નેહીજનોમાં ભળી એવા જાઓને, જાણે તાશને છો ચીપતા,

નહીં’તો રાખશે તમ એકલાંને, જાણે જોકરને અળગો રાખતા,


આનંદથી જીવો એમ જીવનને, જાણે રમતના રમો પત્તા,

કાઢો દિલમાંથી દુઃખદ યાદને, જાણે પત્તુ હલકો ફેંકતા,


સ્વજનાર્થે બાજી હારવી પડે, છોને પાસ હોય ચારે એક્કા,

સમય પડ્યે એકકી-દુક્કી હુકમ બને, દાવ ઓચિંતો ફેરવતા,


સર્વ સાથે વહેંચો આનંદને, જાણે પત્તાને છો વહેંચતા,

રાખો જાળવી સ્નેહીજનોને જાણે હુકમના સાચવો પતા,


પ્રશાંત, સંપમાં જ મોજ એમ આપણને પત્તાઓ શીખવાડતા,

શી મોજ એકાંતમાં તીનપત્તીની ! એક્કા ત્રણ છો આવતા !


જીવનને શીખવાડે જીવતા, નથી માત્ર રમતના પત્તા,

સુખદુઃખ વહેંચી રહીએ સાથે, રમતના પત્તા શીખવાડતા,


માફ કરીએ એકબીજાને, રમતના પત્તા બોલતા,

હળીમળી રહીએ આપણે, રમતના પત્તા કહેતા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract