હોત તો(ગઝલ)/શિવમ રાજપુત
હોત તો(ગઝલ)/શિવમ રાજપુત
પ્હાડથી સાગરે જઇ શમન હોત તો,
આપણું સૂર્ય જેવું જીવન હોત તો.
ખૂશ્બુને સંઘરી રાખવી તો હતી,
રેશમી ઝુલ્ફ જેવો પવન હોત તો.
ટાઢનો તો પછી પ્રશ્ન રે'ત જ નહીં,
આગ જેવું હૃદયનું જલન હોત તો.
રણ વચાળે ય ડૂબી જવાનું બનત,
સાથ કાજળ ભરેલાં નયન હોત તો.
દુઃખ છે ઝાડ આખું સુકાઈ ગયું,
કૈ ન'તું પાંદડાનું પતન હોત તો.