અરીસો
અરીસો


વ્યક્તિને એની સાચી ઓળખાણ કરાવતો અરીસો,
અંતર મનનું દ્રશ્ય દેખાડતો અરીસો,
સુંદરતાનું પ્રતીક છે અરીસો,
માનવીના અલગ વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે અરીસો,
જુવાનીમાં રૂપ નિખારતો અરીસો,
વૃદ્ધાવસ્થામાં કરચલી પડાવતો અરીસો,
સ્ત્રીઓ માટે વરદાન છે અરીસો,
માનવીને સત્યનું ભાન કરાવતો અરીસો.