STORYMIRROR

Mehul Baxi

Romance Fantasy

3  

Mehul Baxi

Romance Fantasy

તારા આવવાનો અણસાર

તારા આવવાનો અણસાર

1 min
25


વાદળે કર્યું આગમન ને વરસ્યો મેઘ મુશળધાર

રૂણઝૂણ કરતી ધરતી નાચી, સાંભળ્યો મેં ઝાંઝરનો ઝણકાર,


પથરાયું અવકાશે મેઘધનુષ પ્રેમનો થયો કોઈ લલકાર

ટહુક્યો મોરલિયો જયારે થયો મને તારા આવવાનો અણસાર,


આવી છે મોસમ ભીંજાવાની થઈ જા તું તૈયાર,

તરબોળ થતું મન મારુ તને ભેટવા વારંવાર,


પ્રેમની ઘંટડી વાગી જોડાયો દિલ નો તાર,

જીવનમાં મારા સુગંધ ભળી જયારે થયો મને તારા આવવાનો અણસાર.


Rate this content
Log in