મિત્રતા
મિત્રતા


મિત્ર એટલે સખો ભાઈબંધ
મસ્તીથી જીવન માણવાનો અનોખો સંબંધ,
સ્કૂલ હોય કે પછી કૉલેજના મિત્રો,
સારા મસ્તીખોર કે જેવા પણ હોય મિત્રો તો હોય માત્ર મિત્રો,
મિત્રતા પણ એકમેક પ્રત્યે સ્નહે પણ હોય,
તો ક્યારેક બાજી પડતા એક બીજા સાથે કારણ વગર મિત્રો,
લારીની ચ્હા હોય કે પછી હોય હોટેલમાં જમણવાર
મિત્રો સાથે વાત કરવાનું થાય મન વારંવાર,
અડધી રાતે સિનેમા જોવા લઈ જાય
મિત્રોથી કઈ છૂપું નથી એનાથી તો બધું પકડાઈ જાય,
મિત્રો તો હોય જ સુદામા ને કૃષ્ણ જેવા
જરૂર પડે ત્યારે હાજર હોય પોતાની જાન દેવા,
થોડોક અળવીતરો પણ અતૂટ છે આ સંબંધ
મિત્ર કહો સખા કહો કે કહો પછી ભાઈબંધ,
સફળતામાં સાથ આપે,
નિષ્ફળતામાં માર્ગ ચીંધે,
દુઃખી હોય પોતાનું ત્યારે સાથ આપે એજ છે સાચો મિત્ર.