લોકડાઉન
લોકડાઉન


સોળે કળાએ કુદરત ખીલી છે,
ક્યાંક થોડી ઘણી 'હાશ' એને મળી છે.
કેદ હતી માનવનાં પ્રગતિકાળમાં એ,
હવે થોડી મોકળાશ એને મળી છે....
ખોવાઈ ગયા ધુમાડાનાં વાદળાઓ,
ને પેલા પ્રદૂષણનાં તાપણાઓ.
હવા જાણે ન્હાઈને શુદ્ધ થઈ છે,
ને પ્રકૃતિ જાણે ચેતનવંત થઈ છે...
પશુ-પક્ષીઓમાં ભારે નવાઈ છે,
આ માનવજીવન કેમ કેદમાં જીવાય છે !
ને કોરોના સમજાવતો જાય છે કે,
થોડામાં પણ ઘણું સારું જીવી શકાય છે..