જવાબદારી
જવાબદારી
જાજમ બિછાવી જવાબદારીની
તૈયાર જ હોય છે જિંદગી,
બાળપણ આવ્યું ને ભણતરનાં
ભારની જવાબદારી,
યુવાની આવી કે સંપતિ,સંતતિ,
દામ્પત્ય કેરી જવાબદારી,
આવ્યુ જો વૃધત્વ જિંદગીમાં હાશ
નિભાવી હર એક જવાબદારી,
વિચાર જ્યારે જવાબદારીનો
સહજ ઉદભવ્યો હૃદયમાં,
ન શક્યા નિભાવી જિંદગીની
કદાચિત એક જવાબદારી,
ખૂદ માટે સમય ફાળવી
ન શક્યાની જવાબદારી.