Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
છે ચોમાસાની ભાતું
છે ચોમાસાની ભાતું
★★★★★

© Ramesh Patel

Drama

1 Minutes   0    0


Content Ranking

કોણ વરસતું? કેમ વરસતું?

એ અચરજ ના સમજાતું

ઝીલ્યું જ્યાં આ ઝરમર ઝરમર

દોટ જ દે ધસમસતું

સોળિયું સગપણ કેમ વલવલતું…ના જ મને સમજાતું (૨)

 

કોણ ફરફરે હાથ ધરું ત્યાં?

મખમલિયું શરમાળું

મૌસમ છેડે ભાવ ભરીને

કોણ ઝૂમતું ટહુકતું ?…ના જ મને સમજાતું (૨)

 

કોણ વરસતું બંધ નયનમાં?

છબછબિયે છલકાતું

ભીતર પિપાસા દે સંદેશા

કેમ નભ દીસે મદમાતું?….

ના જ મને સમજાતું (૨)

 

સાગર લહેરોના સરવાળા

હજુય ગણવા અધૂરાં

કેમ કરીને આ ગણવી ફરફર

કોણ કળશે આ ભોળી વાતું…ના જ મને સમજાતું (૨)

 

વરસ્યા છો તો થાવ જ રેલો

છે ચોમાસાની ભાતું

લીલું ભીંનું સૌને ગમતું

આજ મને સમજાતું (૨)

 

કોણ વરસ્યું ? કેમ વરસ્યું ?

ધસમસતું ધખધખતું ..આજ ટહુકતું સમજાતું

કોણ એ મદમાતું (૨)

ભાતું દોટ સંદેશા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..