STORYMIRROR

Aswin Patanvadiya

Drama Tragedy

3  

Aswin Patanvadiya

Drama Tragedy

વૃક્ષ વેદના

વૃક્ષ વેદના

1 min
14.6K




રોઈ પડ્યા વૃક્ષો, માનવ નિર્દયતા જોઈને,

મૌન રહી પૂછી રહ્યા, માનવ તુજ હ્યદયને,


આપ્યું અમે સઘળું અમારું, ખુદને ભૂલાવીને,

ફળ, ફૂલને મીઠી છાયા, આપ્યા અમે તુજને,


પોતે વેઠી ટાઢ વર્ષા, રવિ તાપે બાળી કાયા,

દૂષિત હવા પામીને, આપી અમે ચોખ્ખી હવા,


રૂડો રૂપાળો દેહ તારો, જે ઈશ્વરે તૂને અર્પયો,

આપી તને વિશેષ મતિ, ઈશ જાણે ભુલો પડ્યો,


મારી છાંયે બેઠા તમે, એ શીદ તમે ભૂલી ગયા,

શું છે મારો દોષ કહો, કેમ મુજને કાપી રહ્યા?


વૃક્ષ એજ જીવન છે, એવું બધે વાંચી રહ્યા,

સાક્ષર બની કાપી રહ્યા, નિરક્ષર જ ભલા હતા,


ઊંચી ડોકે શોધી રહ્યો,

ભલા માનવ ક્યાં ગયા?



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama