સાથી
સાથી
જીવન આપ્યું કોઈ બીજાએ છે છતાં,
એક ક્ષણ જીવવા શ્ર્વાસ બને છે સાથી,
લાગણીઓનું ક્યાં કોઈ જોડાણ હોય છે છતાં,
લાગણીઓને સમજવા હ્રદય બને છે સાથી,
નિરાશ થઈ ક્યાં વિશ્ર્વાસનો છાંટોય રહ્યો છે છતાં,
નિરાશાની પળોમાં વિશ્ર્વાસ બને છે સાથી,
ઓળખાણ ક્યાં એમ જ મળી જાય છે છતાં,
ભીતરથી ઓળખવા પ્રેમ બને છે 'સાથી'!