STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

હસી બચપન

હસી બચપન

1 min
421

ચહેકે આનંદે, બચપણ હસી, કષ્ટ હરતું,

રમે એ મસ્તીથી, હરપળ ધસી, હર્ષ ધરતું,

 

પ્રસાદી તું મોટી, વિમલ મધુરી, ફૂલ સરખી,

મઢે ગોરા ગાલે, મખમલ રુહે, આભ ધરણી,

 

રૂડી ભાષા કાલી, કલરવ સમી, સુખ ભરતી,

નથી કોઇ ચીંતા, શરણ પ્રભુનું, પુણ્ય ભરણી,

 

કરે પોતાના એ, મનહર રૂપે, મુગ્ધ વદને,

અને દોડે હોંશે, ડગમગ પગે, હાસ્ય ભરણે,

 

મળે માનો ખોળો, અભય સુખદા, હૂંફ ધરતો,

ઘડે સંસ્કારો એ, મરકટ મને, ભાવિ ઘડતો,

 

ભલે ભેળાં બાળો, નયન હરખે, દિવ્ય ક્ષણ એ,

હસે હોઠો નાના, મરક મરકી, ભાવ ઊભયે,

 

વદે વાણી મીઠી, મુખ કમલથી, શૈશવ મહા,

અમી સીંચે હૈયે, શત સુખમયી, વૈભવ અહા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational