STORYMIRROR

Heena Pandya (ખુશી)

Classics

3  

Heena Pandya (ખુશી)

Classics

એક બે વચનો

એક બે વચનો

1 min
494


એક-બે વચનોને હવે દે ચાલ તોળી,

ને ભરેલા છે હૃદય લે ચાલ બોળી.


મૂક આ માયા પછી રેઢી અહીંયા,

મોહ છોડી પ્રેમની લે ચાલ ઝોળી.


ચાહવાને છે અહીંયા તો ઘણુંયે,

ક્યાંક બીજે જૈ જરા લે ચાલ ખોળી.


છે સરળ આ ધર્મને તો સમજવો પણ,

પામવા સાટે બધું લે ચાલ રોળી.


એકલો શું કામ જાતો સહ ભરમની,

જાય છે "ખુશી" ઘણી લે ચાલ ટોળી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics