Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chirag Padhya

Drama Fantasy Inspirational

3  

Chirag Padhya

Drama Fantasy Inspirational

અરીસો

અરીસો

1 min
7.3K


ખૂબસૂરતી દુનિયાની મારાં વગર અધૂરી,

સજાવટ ચહેરાની મારાં વગર અધુરી,


હું છું અરીસો ખૂબસૂરતીનો સાક્ષી,

કુદરતની કરામત મારાં વગર અધૂરી,


હું બતાવું ચહેરો નહીં બતાવું નિયત,

નિયતની સોગાત મારાં વગર અધૂરી,


કપટભરી આંખોનો હું બનું છું સાક્ષી,

કપટી આંખોની વાત મારાં વગર અધૂરી,


મને જોઈ લોકો જોઈ લે છે ખુદને,

ખુદથી ખુદની મુલાકાત મારાં વગર અધૂરી.


મારી સુંદરતામાં સુંદર એ પામે ખુદને,

સુંદરતાની રજુઆત મારાં વગર અધૂરી,


શબ્દોનાં ભીતરને હું ઉલટાવી દેખાડું,

ભીતરની એ વાત મારાં વગર અધૂરી,


રોજ નિહાળતો મુજને તૂટતાં દોડી જાય,

માનવની આ જાત મારાં વગર અધૂરી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama