STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

દરિયો

દરિયો

2 mins
232

ઈશ્વર પ્રત્યેની ફરિયાદોનું પોટલું લઈ

હું ગઈ સાગર કિનારે,

 હુંપણું ખોવાઈ ગયું

વિલીન થયું અદ્રશ્ય થયું,

માત્ર દરિયો રહી ગયો એકલો અટૂલો,


પૂરી દિનચર્યા જોઈ મે દરિયાની,

કઈ કેટલુંય શીખવી ગયો,

સૂરજની પ્રથમ કિરણ દરિયા પર પડી તો

કોઈ નિંદ્રાધીન બાળક આંખ ચોળતો ચોળતો ઊઠે

કેટલો માસૂમ ચહેરો હોય છે,

એવું જ માસૂમ રૂપ દરિયાનું જોયું,


થોડી વારમાં તો સવાર સવારમાં બધા કામ આટોપવા

મેદાને પડેલી ગૃહિણી જેવો ઉતાવળિયો લાગ્યો,

કોઈ થાક કોઈ ફરિયાદ નહીં હસતો ચહેરો

સોનેરી કિરણોથી ચમકતો ચહેરો,

ક્યારેક બાળકે રેતીમાં બનાવેલા ઘરને તોડતો,

કિનારાને ઝલક દેખાડી ચાલ્યો જતો દરિયો જાણે !


તોફાની મસ્તીખોર ટીખળી બાળક જેવો કિશોર ભાસતો,

સાંજ થતાં તો કેટલાય રૂપ બદલતો આ દરિયો,

વારંવાર કિનારે સ્પર્શી જતો દરિયો,

જાણે કોઈ પાગલ પ્રેમી જેવો ભાસતો,

ક્યારેક કિનારે બેઠેલા યુગલ ને મોજાથી ભીંજવતા

એક નટખટ પ્રેમી જેવો લાગતો આ દરિયો,

ક્યારેક સમાધિમાં બેઠેલા શાંત મુનિ જેવો

તો ક્યારેક દૂર્વાસા જેવો ક્રોધી લાગતો,

ક્યારેક રિસાયેલા પ્રેમી જેવો શાંત દરિયો તો

ક્યારેક તરછોડાયેલા વૃદ્ધ જેવો ગમગીન,

તો ક્યારેક મંદિરના પૂજારી જેવો પવિત્ર,

તો ક્યરેક તત્વજ્ઞાની જેવો દીસતો આ દરિયો,


આથમતી સંધ્યા એ તો કેસરી કલરની સાડીમાં સોનેરી બિન્દી ભાલે લગાવેલી પ્રિયતમને મળવા જતી પ્રેમિકા જેવો લાગતો આ દરિયો,

રાત થતાં તો થાકી પાકી ને લોથ પોથ થયેલો બાળક

માંની ગોદમાં જેવો શાંત અને પ્યારો લાગે એવો જ પ્યારો અને

માસૂમ લાગે આ દરિયો,

માછીમાર ને માછલી,

પ્રાણીઓને આશ્રય,

માનવીને મોતી અને ઔષધી આપતો,

નદીઓને પોતા માં સમાવી લે તો દરિયો,

જાણે મને તો દાનવીર કર્ણ જેવો લાગે આ દરિયો,


લહેરોની દોસ્તી

અને મોજા ઓની મસ્તી માણી

પૂરા દિવસમાં જીવનનો દૃષ્ટિકોણ બદલી ગયો મારો,

એકલો અટૂલો છે તોય કેવી મસ્તીમાં રહે છે,

ક્યાંય કોઈ ફરિયાદ નથી દિલમાં કોઈ રંજ નથી,

બસ હર એક સ્વરૂપમાં કેવો નિરાળો લાગે,


કેટલી વિશાળતા કેટલી ગહનતા છે,

કેટલાય રાઝ છૂપાવ્યા ભીતર,

તોય ચહેરા પર ગમની નિશાની નથી,

બસ અપાર પારાવાર આપે છે,

 તોય ખરાપણાનું આળ આપે છે લોકો,

હસતા મોએ એ પણ સ્વીકારે છે આ દરિયો,

એકલા જ આવ્યા અને એકલા જ જવાનું

જીવનની લડાઈઓ બસ એકલા જ લડવાની,

બસ આ સંદેશ કહી ગયો કાનમાં,

હુંપણું અને ઈશ્વર પ્રત્યેની ફરિયાદોનું પોટલું

દરિયામાં મેં ડૂબાવી દીધું,

નિશ્ચિંત થઈ અને અઢળક આનંદ લઈ મેં ઘર તરફ પ્રસ્થાન કર્યું,


Rate this content
Log in

Similar gujarati poem from Drama