STORYMIRROR

Devendra Raval

Drama

4  

Devendra Raval

Drama

અહેસાસ છે

અહેસાસ છે

1 min
205

મહોબત હૃદયનો અહેસાસ છે બસ,

જીવનમાં બધાથી સદા ખાસ છે બસ,


"ખુદા" સાંભળી ઝણહણે છે હૃદય શું ?

નથી ? તો એ પણ શબ્દ બકવાસ છે બસ,


ખબર હોય ના એ અલગ વાત છે પણ,

અહીં આખરે સત્યની પ્યાસ છે બસ,


ઊડાવી શકું ના એને વ્યર્થ પાછળ,

આ મારો નથી પણ એનો શ્વાસ છે બસ,


નથી પ્રેમ મળતો જીવનમાં બધાને,

મળે છે એને જે સદા દાસ છે બસ,


નથી શોધતો હું ખુદાને બહારે,

સદા ભીતરે તો એનો વાસ છે બસ,


નથી ફર્ક પડતો સમય, સ્થળનો પણ,

એ મારા હૃદયની સદા પાસ છે બસ,


બધી ઝંખનાઓ ખતમ થઈ છે મારી,

ન તારા વગર કોઈ પણ આશ છે બસ,


ગઝલ હોય કે શેર તું છે બધામાં,

ગઝલના તું હર શેરમાં પ્રાસ છે બસ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama