રૂમઝૂમ રૂમઝૂમ
રૂમઝૂમ રૂમઝૂમ


એ...એ....એ...એ...એ..એ...
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે, એ યૌવન,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે, એ યૌવન,
પહેર્યો છે ઘાઘરો, ને ઘેરદાર ઘાઘરો,
પહેર્યો છે ઘાઘરો, ને ઘેરદાર ઘાઘરો,
ચાલતા ચાલતા લહેરાતો જાય,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે, એ યૌવન,
ઉપર ચોલી ને માથે પહેરી ઓઢણી,
ઉપર ચોલી ને માથે પહેરી ઓઢણી,
મદમસ્ત જોબનિયું છલકતું જાય,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે, એ યૌવન,
ખન ખન બોલે પગ ના પાયલ,
ખન ખન બોલે પગ ના પાયલ,
પાયલ ના ઝંકાર કરતી જાય,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે, એ યૌવન,
આંખોમાં લાગ્યું કાળું કાળું કાજલ,
આંખોમાં લાગ્યું કાળું કાળું કાજલ,
આંખો એની પટ પટ થાય,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે, એ યૌવન,
કમલનયની ને એ મૃગનયની,
કમલનયની ને એ મૃગનયની,
મીન પિયાસી લાગતી જાય,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે, એ યૌવન,
માથે અંબોડો ને ગજરો શોભતો,
માથે અંબોડો ને ગજરો શોભતો,
ઉડે ચુનરી ને જોબન ઢાંકતી જાય,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે, એ યૌવન,
એ જોબન ને સખીઓ પણ જોતી,
એ જોબન ને સખીઓ પણ જોતી,
ખુશીઓની છોળો ઊડાડતી જાય,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે, એ યૌવન,
એ દ્રશ્ય જોઈ ને નદીનાં નીર,
જોબન ને આવકાર આપતા જાય,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે, એ યૌવન,
ઉછળતા ને હિલોળા લે એ નીર,
ઉછળતા ને હિલોળા લે એ નીર,
યૌવનાના તન ને સ્પર્શી જાય,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે, એ યૌવન,
એ જળમાં સ્નાન કરીને સુંદરી,
એ જળમાં સ્નાન કરીને સુંદરી,
અપ્સરા જેવી લાગતી જાય,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે, એ યૌવન,
ધક ધક ધડકે એનું પણ દલડું,
ધક ધક ધડકે એનું પણ દલડું,
રૂપ નીતરતું બદન ઢાંકતી જાય,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે, એ યૌવન,
પહેર્યો છે આભલાં જડેલ ઘાઘરો,
પહેર્યો છે આભલાં જડેલ ઘાઘરો,
લાલ ચોલી પર ચુનરી ઉડતી જાય,
મદમસ્ત જોબનિયું છલકતું જાય,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે, એ યૌવન,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે, એ યૌવન.