મુંબઈ શે..ર ની ચકમક
મુંબઈ શે..ર ની ચકમક
આ તો મુંબઈ શે..ર ની ચકમક ભાઈ,
ન કોઈ તોલે આવે તેની સાથે ભાઈ,
વડાપાંઉ ને ઈડલી લોક હોંશે હોંશે ખાય-
કારણ !....એથી સસ્તુ મળે ન કાં ઇ ભાઈ,
સાપોલિયાની જેમ આ...ખો દિ' ફર્યા કરે ટ્રેનો ભાઈ,
અવર -જવર લોકોની પણ આ...ખો દિ' ચાલ્યા કરે ભાઈ,
આ તો મુંબઈ શે..ર ની..........
અધિક ધનવાન વધુ ને વધુ ધનવાન બન્યા કરે ભાઈ
તો ...! અધિક ગરીબ વધુ ને વધુ ગરીબ- બન્યા કરે ભાઈ,
એક તરફ ઊંચી -ઊંચી ઈમારતો ભાઈ,
તો....! એક તરફ ઝૂંપડીઓ વધ્યા કરે ભાઈ,
આ તો મુંબઈ શે..ર ની.......
ધનિકોના મન વધુ ધનવાન થવા લલચાયા કરે ભાઈ,
તો....! બે વખતની રોટી ખાવા ગરીબ વધુ ફાં ફાં મારે ભાઈ,
મોજશોખ પૂરા કરવા ધનિક કાળા -નાણા ભેગા કર્યા કરે ભાઈ,
તો.....! પેટનો ખાડો પૂરો કરવા ગરીબ મજૂરી કર્યા કરે ભાઈ,
આ તો મુંબઈ શે.. ર ની.......
અંતે તો બન્ને સરખા ભિખારી ભાઈ,
એક પેટનો ખાડો પૂરો કરે તો... બીજો ...! પોતાના શોખ... મારા ભાઈ,
આ તો મુંબઈ શે.. ર ની ચકમક ભાઈ,
ન કોઇ તોલે આવે તેની સાથે ભાઈ..!
