તારા ગયા પછી
તારા ગયા પછી
તારા ગયા પછીનો
ખાલીપો મને
મારા વાત્સલ્યના
અધૂરપનો અહેસાસ
આપે છે,
મારા સૂના ખોળાનો
ખૂંદનાર મારો દીકરો
મને આજ પણ તારા
ભણકારા સતત
તારા અહી હોવાના
અહેસાસને તાઝા કરે છે,
આ ઘરમાં તારા
ખિલખિલાટ ને મે
અકબંધ રાખ્યો છે દીકરા,
રાખ્યો છે તું ગયો છે જ્યારથી
દૂર દેશાવર, સાત દરિયા પાર
મારી જિંદગી થઇ ગઇ છે સ્થિર,
મારી આખોમાં કેદ છે.
તારી જન્મથી આજ સુધીની
પ્રત્યેક પળો નો live x-ray
મારા અસ્તિત્વ ને તાર તાર
કરી દેતો 'માં' નો હુલામણો
ઉદ્દગાર, ને હું
બહાવરી બની ફંફોસી રહું
મારા 'માં' સંબોધનના
ચીર પરિચિત ઉચ્ચારણને...