Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pushpa Maheta

Romance

2  

Pushpa Maheta

Romance

ચિતાર

ચિતાર

1 min
6.7K


દિલમાં છાઈ ખુશીને દુનિયાને ચિતાર તારો આપી બેઠી

ઓ પ્રિયતમ, ઉમંગ માતો નથી દિલમાં ને એને હું બહાર પાથરી બેઠી.

આ વિશાળ ને ચકચકતું ભાલ ને ઘૂઘરયાળા કાળાધોળા વાળ

સાગર સમ ઉંડા આ તેરા એકાગ્ર નયનો

જેમાં ડૂબકી મારી ઉંચી આવું પેલે પારનું નિહાળતી જાઉં.. દિલમાં છાઈ

આ અણીયાળું નાક ને પૌરુષ પ્રતિક સમ ભરાવદાર મૂછો

ખંજન પાડતા ગાલ સોહામણા ને તારી આ મરોડદાર ચિબુક

સૂતો કે જાગતો તને જોતા ના ધરાવ.. દિલમાં છાઈ

આ તારા સુદ્રઢ મજબૂત બાંહોનું ઓશીકું બનાવી

સુંઉ તને લપટીને સપના જોતી શમણા મારા પૂરા થાવાના

આ મહેલ સમ વક્ષસ્થળ જેના દરેક કક્ષની આરસીમાં,

નિહાળી ખુદને આનંદિત થઈ લજ્જાઈ જાતી.. દિલમાં છાઈ

તારા પગલે પગલે પગલું માંડી મેં સફર આદરી સપ્તપદીથી

સુદ્રઢ આ ચાલ્યા ચરણ આપણી અવિચલ મંઝિલ ભણી

ક્યારેક ચૂભ્યા કંટક પગમાં ક્યારેક ખૂંપ્યા કાદવમાં ને લપટ્યા

તોયે અવિરત દોડ્યા સાથોસાથ આપણે ઉત્કર્ષ ભણી.. દિલમાં છાઈ

કોને કહું ને શું શું કહું તને પામી હું શું શું પામી

એક સ્ત્રીને માતૃત્વ બક્ષી તે બનાવી સંપૂર્ણ નારી

ઝીલ્યા તડકા તેં ને છાયા અમને આપી

સાલસ ને સુલભ સ્વભાવથી નિખારી જીદંગાની મારી

ઓ પ્રિયે, દિલમાં છાઈ ખુશીને દુનિયાને ચિતાર તારો આપી બેઠી

ઉમંગ માતો નથી દિલમાં ને એને હું બહાર પાથરી બેઠી


Rate this content
Log in

Similar gujarati poem from Romance