હરિને ભજતાં
હરિને ભજતાં
હરિને ભજતાં જિંદગી વસૂલ થાય છે,
દિલથી કરેલી પ્રાર્થના કબૂલ થાય છે,
કીડીને કુંજરમાં નથી ભેદ એને હોતો,
પોતાનાંને પારખવામાં ના ભૂલ થાય છે,
હોય આફત નાની મોટી કર્મ પ્રકાશતાં,
સ્મરણ માત્રથી સૌ હળવાફૂલ થાય છે,
હોય હૈયું જેનું નવનીત સરખું કોમળ,
ખરેખર એવાંના ત્યાં સદા મૂલ થાય છે,
કથીર કંચન ચડી જાય છે સરાણે પછી,
કૃપા કૌશલેશની કેવી રે અતુલ થાય છે.