STORYMIRROR

Nana Mohammedamin

Inspirational

4  

Nana Mohammedamin

Inspirational

માનવ....

માનવ....

1 min
509

ઘણાની જિંદગી બદલાઈ ગઈ માથું નમાવીને,

ઘણાની જિંદગી બરબાદ થઈ માથું નમાવીને.

જીવનનાં મોહમાં આવી હસી શકતો નથી માનવ,

કરી દે જિંદગીને તારી સફળ સૌને હસાવીને.


જે ઘડી જે મળ્યું એ ઘડી તેને મંજૂર કરી લે માનવ,

નસીબને તું ક્યાં ફેરવશે ભાગ્ય સાથે લડીને.

આપ્યું જીવન તને ખુદાએ સૌની મદદ કરવા માનવ,

કદી ખુશ નહિ તું રે'શે અન્યના દિલને દુભાવીને.


હતો ખુશ કેટલો તું વ્યર્થ ઇચ્છાઓને મારીને માનવ,

થઈ ગયો હવે તું દુખી વ્યર્થ ઇચ્છાઓને જગાવીને.

ખુદને ખુદથી સરખાવીને કેટલો હતો આનંદમય માનવ,

હણાય ગયો હવે ખુદને બીજા સાથે સરખાવીને.


એક ઝુબાને બેઝુબાની ધરાવતો થયો માનવ,

જીવન નિશાન ચૂક્યો તું બીજાની પાછળ નિશાન ટાંકીને.

"નાના" જીવનને સાર્થક કરવાની દોટમાં દોડયો માનવ,

ચૂકી ગયો જીવન સહી રાહ ખુદને બરબાદ કરીને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational